Featured

ABVT ( અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ) દ્વારા આયોજિત પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ – 2024

સર્વે જ્ઞાતિજનોને જય ગોપાલ. હર્ષ અને ગર્વ ની લાગણી સાથે જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 માં શિક્ષણ અને રમત ગમત, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે જ્વલંત સિધ્ધી મેળવનાર પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આવનારા દિવસોમાં યોજવાનો હોય તો તેના અનુસંધાને નીચે મુજબની ટકાવારી પ્રમાણે પોતાની માર્કશીટની ઝેરોક્ષ,ઝેરોક્ષ પાછળ પૂરું નામ દાદાના નામ સાથે ,પૂરું સરનામું ,મોબાઈલ નંબર (એકથી વધારે મોબાઈલ નંબર લખવા જેથી અમે તમારો સંપર્ક કરી શકીએ )તાજેતરના બે કલર પાસપોર્ટ ફોટા(ફોટાની પાછળ નામ અચૂક લખવું).બંધ કવરમાં નીચેના સરનામે તારીખ 30/07/2024 સુધીમાં રૂબરૂ અથવા કુરિયર થી મોકલાવવા વિનંતી.

ટકાવારીની માહિતી
(૧) ધોરણ ૧૦ માં ૭૦ % કે તેથી વધુ .
(૨) ધોરણ ૧૨ માં ૬૦% કે તેથી વધુ.
(૩) ગ્રેજ્યુએશન અને ડીપ્લોમાં ૬૦% કે તેથી વધુ.
(૪) એન્જીનીયરીંગ તથા અન્ય તમામ માસ્ટર ડીગ્રી ૫૫% કે તેથી વધુ.
(૫) વર્ષ 2023- 2024 માં પી.એચ.ડી.થયેલ હોય તો.
(૬) રમત ગમત, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કોઈ પણ રાજ્ય ક્ક્ષા કે નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો (રાજ્ય કક્ષા કે નેશનલનું સર્ટીફીકેટ હોવું જરૂરી)

ખાસ નોધ : માર્કશીટમાં ટકાવારીની ગણતરી કરવાની છે પર્સન્ટાઇલ ધ્યાનમાં ના લેવા.

નોંધ: ધોરણ 12 સાયન્સના વિધાર્થીઓ JEE, GUJ CET , અને NEET ની માર્કશીટ શક્ય હોય તો મૂકવી.

દ્વિજ સંહિતા બુકમાં લેખ મોકલી આપવા બાબત.

વિદ્યાર્થી સન્માન સમારંભ 2024

વિષય : દ્વિજ સંહિતા બુકમાં લેખ મોકલી આપવા બાબત.

જય ગોપાલ,જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ.
આપ સર્વે જ્ઞાતિબંધુઓ જાણો છો તે રીતે આપણી અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દર વર્ષે પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજે છે. જે વિદ્યાર્થી સત્કાર સન્માન સમારંભ આ વર્ષે પણ યોજવા જઈ રહી છે ત્યારે સંસ્થા દ્વારા જે દ્વિજ સંહિતા નામની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે જેમાં સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનોના ફોટોગ્રાફ સાથે તેમને મેળવેલ સિદ્ધિની વિગત પ્રકાશિત કરવામાં આવે છે.
આ પુસ્તિકામાં જ્ઞાતિ સમાજના ઉત્કર્ષ , વિકાસ અને ઉન્નતિને ઉપકારક હોય કે પછી વિદ્યાર્થીઓને શૈક્ષણિક, વ્યવસાયિક કે કારકિર્દી માર્ગદર્શન, શિક્ષણની અધ્યતન પ્રણાલી કે પ્રવાહની જાણકારી હોય. એડવાન્સ ટેકનોલોજી તેમજ ધાર્મિક કે પ્રેરક લેખ. મૌલિક સ્વરચિત ગઝલ, કાવ્ય,ટૂંકી વાર્તા , લલિત નિબંધ વગેરે લેખો પ્રકાશિત કરવાની યોજના છે. જો આપશ્રી કોઈ લેખ મોકલવા માગતા હોય તો તારીખ 05 /8 /2024 સુધી અમોને મોકલી આપવા વિનંતી છે.
આપે મોકલેલા લેખમાં ફેરફાર કે સુધારા કરવાનો અધિકાર સંસ્થાને રહેશે. તો આપનો લેખ સુવાક્ય અક્ષરે અથવા તો ટાઈપ કરી અને બે પાનાની મર્યાદામાં સમયસર મોકલી આપવા વિનંતી.
જો લેખોની સંખ્યા બુક ની મર્યાદા કરતા વધારે થશે તો સંસ્થાને જે યોગ્ય લાગશે તે લેખ છાપવામાં આવશે અને બાકીના લેખ આવતા વર્ષે છાપવામાં આવશે.

લેખ મોકલવાનું સરનામું.

અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ પોરબંદર
c/o રમેશચંદ્ર એમ ટુકડીયા ,સંદીપપાન સામે , રામ ગેસ્ટહાઉસ પાસે ,વાડીપ્લોટ પોરબંદર