અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા મૂળ પોરબંદર ની આજુબાજુ રહેતા અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ ના વિકાસ કલ્યાણ અને ઉન્નતીન માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાના મુખ્ય પ્રયોજક શ્રી રમેશચન્દ્ર ઍમ. ટુકડીયા છે કે જેઓ ભાવસિંહજી હાઇસ્કૂલ પોરબંદર ના પૂર્વ આચાર્ય તથા ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નોન ક્લેરીકલ) ના રાજ્યકક્ષા ના પૂર્વ મહામંત્રી તથા સરસ્વતી કેળવણી મંડળ મોકર સંચાલિત ઍમ.ઍમ.વી. હાઇસ્કૂલ ના સ્થાપક અને વિકાસ કર્તા પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તથા ડેવેલપમેંટ ટ્રસ્ટ ફોર ધ ડિસેબલ ના મેનજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે.
આ સંસ્થાનું હાલનું સરનામુ મુખ્ય પ્રયોજક શ્રી રમેશચંદ્ર ઍમ. ટુકડીયાના નિવાસ સ્થાનનું છે. જે નીચે મુજબ છે.
“ઈશ્વર કૃપા” ,
રામ ગેસ્ટ હાઉસ પાસે,
સંદીપ પાન સામે,
પોરબંદર – 360 575
ગુજરાત
મો. +91-9428438188
સંસ્થા હાલ આ સરનામે કાર્ય કરશે. સંસ્થા હાલ આ સરનામે કાર્ય કરશે. ભવિષ્યમાં જરૂરીયાત અનુસાર વધારાના કાર્યાલયો અને પેટા કાર્યાલયો ખોલી શકશે.
આપણા અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ ના ઇતીહાસ ની વાત કરીયે તો જ્ઞાતિ ઍટલે જ્ઞા=જાણવું ઉપરથી ઉતરી આવેલ હોય તેમ મનાય છે. જ્યાં કુટુંબો ઍક ગોત્ર-કુળના હોય ઍક બીજા ને પરિચિત હોય તેને જ્ઞાતિ કહેવાય. આમ તો જ્ઞાતિ શબ્દ ઘણો અર્વાચીન છે. જ્ઞાતિ માટે અંગ્રેજીમાં CAST = કોમ્યુનિટી શબ્દ પ્રયોજાઈ છે. જેની સમાજશાસ્ત્રીઓ ઍ વ્યાપક પ્રમાણ માં વ્યાખ્યા કરેલ છે. આપણે તો ઍટલું સમજી લઈઍ કુટુંબ કરતાં મોટી-સામાજીક સંસ્થા કે જ્ઞાતિ છે.
ભારતીય સંસ્કૃતિની વાત કરીઍ તો ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ ને બદલે વર્ણ પ્રથા પ્રચલિત હતી. વેદકાલીન સંસ્કૃતિમાં બ્રાહ્મણ – ક્ષત્રીય – વૈશ્ય અને શુદ્ર ઍમ ચતુવર્ણ ની સંકલ્પના છે. તેમાં બ્રાહ્મણનું સ્થાન સર્વોપરી છે. બ્રાહ્મણ માટે વીજ – વિપ્ર શબ્દ પ્રયોજાય છે. બ્રાહ્મણ ની પારિવારિક વ્યાખ્યા આપીઍ તો ‘ब्रह्म जानाति इति ब्राह्मन’ ઍટલે કે જે બ્રહ્મ ને જાણે છે તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નો અન્ય ઍક અર્થ ઍવો છે કે ब्राह्मन શબ્દ પરથી બ્રાહ્મણ શબ્દ આવ્યો છે. અહી ब्राह्मन ઍટલે ઈશ્વર કે દેવ ઍવો અર્થ થાય છે તે બ્રાહ્મણોને ઈશ્વર તુલ્ય ગણવામાં આવે છે. જોકે વર્ણપ્રથા કર્મના આધારે બનાવામાં આવે છે ઍટલે વેદમાં કહ્યું છે જન્મના જાય તે બ્રાહ્મણ. સંસ્કારે દ્વિજ ઉચરે ઍટલે કોઈ માણસ માત્ર
જન્મથી પર્યાપ્ત હોય ઍટલું પર્યાપ્ત નથી તે સંસ્કારથી દ્વિજ કહેવાય છે.